New Posts New

વડાપાંઉ (20 નંગ)

સામગ્રી:

  • 250 ગ્રામ બટાકા
  • તેલ પ્રમાણસર
  • ½ ટી સ્પૂન રાઈ
  • 2 ટી સ્પૂન અડદની દાળ
  • મીઠો લીમડો
  • ¼ ટી સ્પૂન હળદર
  • 1 ટી સ્પૂન તલ
  • 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
  • 2 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  • 1 નંગ લીંબુ
  • 2 ટી સ્પૂન ખાંડ
  • ગળી ચટણી
  • તીખી ચટણી
  • લસણની ચટણી
  • ઝીણી સેવ
  • 20 નંગ ભાજીપાંઉની બ્રેડ
  • ઘી અને માખણ
  • ચણાનો લોટ પ્રમાણસર
  • ½ ટી સ્પૂન મરચું
  • મીઠું પ્રમાણસર

રીત:

  • બટાકાને બાફી, છોલીને છીણી નાખવા.
  • 2 ટેબલ સ્પૂન તેલમાં રાઈ , અડદની દાળ, લીમડો, તલ, હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાં. બ્રાઉન થવા દેવું.
  • પછી બટાકા અને બાકીનો મસાલો નાખવો.
  • બટાકાવડાં ચપટાં વાળી ચણાના લોટના ખીરામાં બોળી તેલમાં તળી લેવાં.
  • ભાજીપાંઉની બ્રેડને વચ્ચેથી સહેજ કાપી માખણ લગાડી, ગળી ચટણી, લસણની ચટણી, તીખી કોથમીરની ચટણી પાથરી તેના પર બટાકાવડું મૂકી ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.
  • લોઢી પર ઘી, તેલ મૂકી બંને બાજુ શેકવું.
  • તેની ઉપર સેવ, કોથમીર ભભરાવવી.
 

0 Comments

Leave a Comment

Login

Welcome! Login in to your account

Remember me Lost your password?

Lost Password