New Posts New

કંસાર (2 વ્યકિત માટે)

સામગ્રી:

  • 1 કપ ઘઉંનો જાડો લોટ
  • 1¼ કપ પાણી
  • 2 ટેબલ સ્પૂન ગોળ
  • 1 ટેબલ સ્પૂન તેલ + 1 ટી સ્પૂન તેલ
  • 2 ટી સ્પૂન ઘી
  • ઘી અને બૂરું ખાંડ પ્રમાણસર

રીત:

  • 1 કપ ઘઉંનો લોટ હોય તો ‍1¼ કપ પાણી લેવું. પાણી ગરમ મૂક્વું. તેમાં ગોળ નાખવો.
  • લોટમાં 1 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખવું.
  • પાણી ઊકળે એટલે થોડુંક પાણી કાઢી લઈ તપેલીના પાણીમાં 1 ટી સ્પૂન તેલ નાખી લોટ નાખી દેવો. વેલણથી સરખો કરી ઢાંકી દેવુ.
  • ધીમા તાપે થવા દેવું. થોડી થોડી વારે વેલણથી હલાવતા જવું. પછી અંદર 2 ટી સ્પૂન ઘી નાખી સીઝાવા દેવું.
  • પાણી ઓછું લાગે તો પાણી ઉમેરવું અને વધારે લાગે તો લોટ નાખવો.
  • કંસાર પર ઘી અને બૂરું ખાંડ નાખીને પીરસવું.
 

0 Comments

Leave a Comment

Login

Welcome! Login in to your account

Remember me Lost your password?

Lost Password